શુક્રવાર, 18 ફેબ્રુઆરી, 2011

ફાડા ખીચડી


ફાડા ખીચડી


સામગ્રી:

1 કપ મગની દાળ (ફોતરી વગરની)
3/4 કપ ફાડા ઘઊં
1 બટાટાના ટુકડા
1 કપ લીલા વટાણા
1 કપ ફ્લાવરના ટુકડા
1 કપ સમારેલી ડુંગળી
1 ટેબલસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ
1/2 ટીસ્પૂન આખા મરી
1/2 ટીસ્પૂન હળદર
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર
મીઠું સ્વાદ અનુસાર

વઘાર માટે:

3 ટેબલસ્પૂન ઘી
1 ઈંચ તજનો ટુકડો
3 નંગ લવિંગ
1 ટીસ્પૂન જીરુ
1/2 હીંગ

રીત:

- મગની દાળ અને ફાડા ઘઊંનેધોઈને 15 મિનીટ સુધી પાણીમાં પલાળી દો. ત્યારબાદ નિતારીને બાજુએ રાખી દો.

- 4 કપ પાણીને એક વાસણમાં લઈને ગરમ કરીને બાજુએ રાખી દો.

- એક પ્રેશર કુકરમાં ઘીને ગરમ કરો. તેમાં તજ, લવિંગ, જીરુ અને હીંગ ઉમેરીને 30 સેકન્ડ સુધી ગરમ કરો.

- તેમાં પલાળેલી દાળ અને ફાડા ઘઊં ઉમેરો અને તેની સાથે બાકીની સામગ્રી અને શાકભાજી પણ ઉમેરો. અને 4-5 મિનીટ સુધી હલાવો.

- પાણી ઉમેરીને 3-4 વ્હિસલ થાય ત્યા સુધી પ્રેશર કૂક કરો.

- ગરમા ગરમ ફાડા ખીચડી તૈયાર છે, લીલા ધાણા સાથે ગાર્નિશ કરીને સર્વ કરી શકો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | JCpenney Printable Coupons